ટેરવાંથી

નિશાની ખમી જાય છે ટેરવાંથી,
લિપી એ બની જાય છે ટેરવાંથી.

નથી એ મજા વાત વિસ્તારવામાં,
ખુલાસા ગમી જાય છે ટેરવાંથી.

નજરમાં ભરે કૈં પછી એ લખે છે,
વિચારો ભણી જાય છે ટેરવાંથી.

બધો ભાર જોવા મળે વાર્તામાં,
તમસ એ કળી જાય છે ટેરવાંથી.

મને સાવ હૈયાવગો રાખ મા તું,
પળેપળ છળી જાય છે ટેરવાંથી.

– કાંતિ વાછાણી

Advertisements

3 thoughts on “ટેરવાંથી

  1. મને સાવ હૈયાવગો રાખ મા તું,
    પળેપળ છળી જાય છે ટેરવાંથી… સુંદર અભિવ્યક્તિ…

    સરસ ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s