હચમચાવે

તમરાંની તીણી તાનો, એકાંત હચમચાવે,
ભીતર પડેલું સઘળું ધસમસતું બ્હાર આવે.

ભટકી જવાય ખુદની જાહોજલાલી માંહે,
તારું સ્મરણ સમજનો રસ્તો ખરો બતાવે.

પોકારે બંડ યાદો, વિસ્મૃતિ ખોળે બેસી,
મારી જ જાત મુજને બા-કાયદા હરાવે.

આ વેદનાને કાંઠે નકરા સ્વજનના ઘર છે,
શત્રુને ક્યાં સમય છે કે ફાલતુ સતાવે.

છોડીને દુનિયાદારી, છે જીવવું સહજથી,
છુ રાહમાં સમયની જે ચાંચૂડી ઘડાવે.

– કિંજલ્ક વૈદ્ય

શક્યતાથી ભર્યાભર્યા આ કવિનું ગત એપ્રિલ માસમાં હ્રદયરોગથી
અકાળે અવસાન થયું, જો કે કવિ ક્યારેય અવસાન નથી પામતો
તેના શબ્દોમાં એ સદાકાળ જીવંત રહે છે, શબ્દસ્થ રહે છે… અસ્તુ.

Advertisements

4 thoughts on “હચમચાવે

 1. વાહ; સરસ ગઝલ.
  “તમરાંની તીણી તાનો….” સરસ કલ્પન.👌👌👌

 2. પોકારે બંડ યાદો, વિસ્મૃતિ ખોળે બેસી,
  મારી જ જાત મુજને બા-કાયદા હરાવે… આ જાત સાથે જાતની લડાઈ જ અઘરી છે, વળી જીતીએ કે હારીએ આપણે તો ઠેરના ઠેર..!!

  સુંદર ગઝલ..

 3. પ્રભુ તેમના આત્માને શાંતિ દે.

  આ વેદનાને કાંઠે નકરા સ્વજનના ઘર છે,
  શત્રુને ક્યાં સમય છે કે ફાલતુ સતાવે.

  આ શેર સુંદર થયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s