વર્તે છે

કોઈ માણસ ખંડેરોની માફક જ્યારે વર્તે છે,
ત્યારે સમજી લેવાનું કે એ અંદરથી તૂટે છે.

કાંટો વાગે ને કાંટા પર ગુસ્સો આવે તે વખતે-
કાંટાને પૂછી જોજો કે એના પર શી વીતે છે.

બચપનમાં જે સૂવા માટે ખોટેખોટું રડતો’તો,
મોટો થઈ એ રડવા માટે ખોટેખોટું ઊંઘે છે.

કાલે તું ને તારી વાતો બંને એને ગમતાં’તા
આજે તું ને તારી વાતો શાથી એને ખૂંચે છે,?

શિક્ષક થઈને, ફરતાં ફરતાં માળાએ સમજાવ્યું કે-
બીજો મણકો ત્યારે આવે જ્યારે પહેલો છૂટે છે.

– ભરત ભટ્ટ ‘પવન’

Advertisements

10 thoughts on “વર્તે છે

 1. સરસ ગઝલ; ભરતભાઈ.
  પહેલો મણકો “શૂરા” સાધક છોડી શકે; બાકી પરંપરાગત આદતો નિભાવી લેવી સરળ પડતી હોય છે.

 2. શિક્ષક થઈને, ફરતાં ફરતાં માળાએ સમજાવ્યું કે-
  બીજો મણકો ત્યારે આવે જ્યારે પહેલો છૂટે છે.

  વાહ ભરતભાઈ.. ખૂબ જ અનુભૂત અને અદભૂત વાત કરી.
  આખીયે ગઝલ સરસ.

 3. કાંટો વાગે ને કાંટા પર ગુસ્સો આવે તે વખતે-
  કાંટાને પૂછી જોજો કે એના પર શી વીતે છે…. વાહ જેને કાંટો વાગ્યો હોય એની તો ખરી જ પણ કાંટાની વેદનાનો ખ્યાલ એક કવિ જ રાખી શકે..!!

  ખૂબ સુંદર ગઝલ.. !!

 4. સાદ્યાંત સુંદર ગઝલ.

  શિક્ષક થઇને, ફરતાં ફરતાં માળાએ સમજાવ્યું કે-
  બીજો મણકો ત્યારે અાવે જ્યારે પહેલો છૂટે છે.

  વાહ, કેટલી સહેલી છતાં કેટલી અઘરી વાત.
  અને ગઝલકારે મૂકી દીધી સાવ સહજપણે…

 5. સાવ સાચુ ડીયર, હવે તો રડવા માટે પણ ખોટે ખોટુ ઉંઘવુ પડે છે.:)

 6. બચપનમાં જે સૂવા માટે ખોટેખોટું રડતો’તો,
  મોટો થઈ એ રડવા માટે ખોટેખોટું ઊંઘે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s