તડકો બોલે

તડાક કરતો તડકો બોલે,
પડછાયાને લઈને ખોળે.

પહેલા ફરશે ખેતર ખેતર,
જાય પછી એ પોળે પોળે.

દોડી દોડી થાકે તો, એ
સરવરમાં જઈ જાત ઝબોળે.

સામો આવે, પાછળ આવે,
છત્તરમાં એ કાણાં ખોળે.

વૃક્ષોમાં છુપાતો ફરશે,
વા’ આવે- મલકાતો ડોલે.

માનવ એનો પાક્કો દુશ્મન,
એને તો પરસેવે તોળે.

– પ્રવીણ શાહ

10 thoughts on “તડકો બોલે

  1. અશોક જાની 'આનંદ'

    દોડી દોડી થાકે તો એ,
    સરવરમાં જઈ જાત ઝબોળે… વાહ,

    તડકા વિષેના અનોખા કલ્પનોથી સભર ગઝલ… !!

    Reply
  2. Kirtikant

    સામો આવે, પાછળ આવે,
    છત્તરમાં એ કાણાં ખોળે.

    તડકાને બહુ સુ^દર રીતે નવાજ્યો આ જાનદાર ગઝલમાં, પ્રવીણભાઈએ.

    Reply
  3. SARYU PARIKH

    વાહ! તડકા સાથે ફરવાની મજા આવી ગઈ.
    સરયૂ

    Reply

Leave a reply to Kirtikant Cancel reply