મળે પણ

મિલન ઈચ્છીએ ને જુદાઈ મળે પણ,
પ્રતીક્ષાની ક્ષણ કો સવાઈ મળે પણ.

હો નારાજ એ, તો તવાઈ મળે પણ,
ને ખુશ હોય ત્યારે ખુદાઈ મળે પણ.

કોઈ ડર વગર ચિઠ્ઠી ખોલો સમયની,
ક્ષણો માણવાની વધાઈ મળે પણ !

ઘણું થઈ જતું હોય છે રાતભરમાં,
સવારે ઊઠો ને નવાઈ મળે પણ.

સંબંધો ભૂલી જઈને નીકળી પડો બસ,
પછી વિશ્વભરની સગાઈ મળે પણ.

અચાનક થતું સાંજ ટાંણું ને ‘સુધીર’,
વિખુટા પડ્યા વીંટળાઈ મળે પણ.

– સુધીર પટેલ

Advertisements

8 thoughts on “મળે પણ

  1. “પ્રતીક્ષાની સવાઈ ક્ષણ !” વાહ સુધીરભાઈ. સરસ ગઝલ.👍👍👍.

  2. વિખુટા પડ્યા વીંટળાઈ મળે પણ…..આશાવાદથી છલકાતી સુંદર ગઝલ…..
    અભિનંદન, સુધીરભાઈ….

  3. કોઈ ડર વગર ચિઠ્ઠી ખોલો સમયની,
    ક્ષણો માણવાની વધાઈ મળે પણ !

    ઘણું થઈ જતું હોય છે રાતભરમાં,
    સવારે ઊઠો ને નવાઈ મળે પણ.

    સાચું છે પ્રવીણભાઈ, સુધિરભાઈની આશાથી છલકતી સુંદર વાસ્તવિક ગઝલ.

  4. શુભ સંભાવનાની સુંદર ગઝલ..

    દરેક શે’ર નવી આશાનો સંચાર કરે તેવા…

  5. કોઇ ડર વગર ચિઠ્ઠી ખોલો સમયની,
    ક્ષણો માણવાની વધાઇ મળે પણ !

    દુનિયામાં શક્યતા ઘણી છે, જરુર છે અાશાવાદી થવાની.
    સરસ સંદેશ સુધીરભાઇ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s