બજાવી જા

રોશન કરી જા, યા તો પછી ભડભડાવી જા,
માચીસનો ધર્મ કોઈ પણ રીતે બજાવી જા.

સરહદની પેલે પાર પણ ઊગ્યાં છે આંસુઓ જ,
આ જળની વચ્ચે વાડ છે જૂઠી, મિટાવી જા.

મૃત્યુ પછી શરીર તો કેવળ શરીર છે,
મિત્રોની સાથે શત્રુના પણ શબ ઉઠાવી જા.

છે રેત ચોતરફ અને રહેવાની એ સદા,
નાનકડું તારું પ્રેમનું ઝરણું વહાવી જા.

અંતે બધી લડાઈના પાયામાં પેટ છે,
આ ધર્મ-દેશ-કોમના ઓઠાં હટાવી જા.

– પંકજ વખારિયા

7 thoughts on “બજાવી જા

  1. Suresh Parmar

    સરસ ગઝલ; પંકજભાઈ.
    “મૃત્યુ પછી શરીર તો કેવળ શરીર છે.”
    અનુભવવા લાયક ઉક્તિ. 👍👍👍

    Reply
  2. Rakesh Thakkar, Vapi

    આ શેર બહુ જ ગમ્યો

    અંતે બધી લડાઈના પાયામાં પેટ છે,
    આ ધર્મ-દેશ-કોમના ઓઠાં હટાવી જા.

    Reply
  3. અશોક જાની 'આનંદ'

    આખે આખી ગઝલ ઉમદા વિચારોથી ભરેલી..

    મસ્ત ગઝલ… !!

    Reply
  4. Pravin Shah

    શરીરની સચોટ વ્યાખ્યા આપી….
    સુંદર ગઝલ થઇ છે…

    Reply

Leave a comment