આ રીતે..

આ રીતે વ્હાલ કંઈ કરાય ?
ઉભરાયું હોય હેત ટપલી’ક બે મારીએ પણ સીધો કાંઈ ધુંબો મરાય ?

ઓચિંતા આવીને ધાબા લગ ઉછળીને કરવાનું આવું તોફાન ?
શેરીયુમાં તરતી ઇ કાગળની હોડીયુનું થોડુક તો રાખવુ’તું ધ્યાન ?
ગામ આખું આવે ભાઈ નદીયુંમાં ન્હાવા પણ નદીયુંથી ગામમાં ઘરાય ?
આ રીતે વ્હાલ કંઈ કરાય ?

એવું તે કેવું વરસાવ્યું પળભરમાં તે આંખ્યું પણ ઓવરફ્લો થાય ?
ધસમસવું સારૂ પણ આટલું તો નહીં જ જેમાં છેવટ એક ડૂમો રહી જાય.
ખેતર,અબોલ જીવ શ્વાસ ચૂકી જાય એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?
આ રીતે વ્હાલ કંઈ કરાય ?

– કૃષ્ણ દવે

Advertisements

7 thoughts on “આ રીતે..

  1. ધસમસવું સારૂ પણ આટલું તો નહીં જ જેમાં છેવટ એક ડૂમો રહી જાય.

    ખૂબ જ હૃદયસ્પર્શી લીટીઓ. આખું એ કાવ્ય સરસ.

  2. શ્રી કૃષ્ણ દવે અને ગીત એ બંને એકમેકનો પર્યાય કહેવાય એનું વખતો વખત પ્રમાણ મળ્યું છે…

    આ એક વધુ.. રસમય, પ્રવાહી, ભાવવાહી ગીત.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s