ઉડતો રહ્યો છું

ઉપર આકાશમાં પાંખો લગાવી મસ્ત હું ઉડતો રહ્યો છું
પરાણે લાગણીના પ્રેમ માટે હરવખત મરતો રહ્યો છું

ઝર્યા અંગાર કેવા બાળતા જીવન લગી એનીજ માટે
હવે આ મીણ બળતું એમ અંગેઅંગથી બળતો રહ્યો છું

અમે હારી ગયા પણ ,કોઇને જિતાડવા એ પ્રેમબાજી
કદી આ અશ્રુઓ ધરબાવતો, પણ આંખથી ઝરતો રહ્યો છું

એ ફરિયાદો ભરેલો પત્ર પ્રિયને ધ્રુજતાં હાથે લખુછું
જશે મુજને જો તરછોડી સદા એ પ્રેમથી ડરતો રહ્યો છું

અનુભવ એ કરાવી જો શકું તો દિલ તને ફાડી બતાવું
ચકાસી લે સદા તારા ચરણમાં પ્રેમને ધરતો રહ્યો છુ

– ભારતી ગડા

5 thoughts on “ઉડતો રહ્યો છું

  1. અમે હારી ગયા પણ ,કોઇને જિતાડવા એ પ્રેમબાજી
    કદી આ અશ્રુઓ ધરબાવતો, પણ આંખથી ઝરતો રહ્યો છું… ખૂબ સુંદર… અભિવ્યક્તિ….

    આખી ગઝલ ગમે એવી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s