તડકો નથી

આ તરફ આગળ ભલે રસ્તો નથી ,
માર્ગ પગદંડી નો પણ ખોટો નથી .

એક ઊડતું પાન સમજાવી ગયું ,
એ ય ઊડે જેમને પાંખો નથી

જે નદીને જોઈ મોઢું ફેરવે ,
એવો આ જગમાં કશે દરિયો નથી.

દર્દને સંતાડવાની ચાલ છે
એ અમસ્તું એમ કૈ હસતો નથી

વાડમાં છેબાં પડ્યા છે ચોતરફ,
બાગમાં માળી નથી પ્હેરો નથી .

આયનાની એજ તો ફરિયાદ છે,
કોઈની પાસે નવો ચ્હેરો નથી.

ઊગતા સૂરજનું છે તાજું કિરણ ,
‘બિન્ની ‘ઢળતી સાંજ નો તડકો નથી.

– બિની પુરોહિત

Advertisements

7 thoughts on “તડકો નથી

  1. “કોઈ ની પાસે નવો ચહેરો નથી”
    સરસ ગઝલ. 👍 👍 👍

  2. આયનાની એજ તો ફરિયાદ છે,
    કોઈની પાસે નવો ચ્હેરો નથી…. વાહ બિનીબેન ..!! મસ્ત ગઝલ

  3. ખૂબ સરસ ગઝલ. બધા શેર સરસ થયા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s