મજબૂરી છે.!

કડવી, મીઠી, તૂરી છે ભૈ, મજબૂરી છે!
સૌને સૌની ધુરી છે ભૈ, મજબૂરી છે.!

શણગારેલા શબને વંદન રસ્તા વચ્ચે,
આવરદા તો પૂરી છે ભૈ, મજબૂરી છે.!

ધનસુખને ના નીંદર આવે આ બંગલામાં,
લખમી બાઈ અસુરી છે ભૈ, મજબૂરી છે.!

પગવાળીને બેસે ક્યાંથી? એ કમભાગી,
નાભિમાં કસ્તુરી છે ભૈ, મજબૂરી છે.!

તાલ વગરની વાગે સરગમ, ઠેકો લઈને,
મનની મોજ બસુરી છે ભૈ, મજબૂરી છે.!

શોધે છે સૌ અગમ-અગોચર ચશ્મા પહેરી,
તો પણ ખોજ અધૂરી છે ભૈ, મજબૂરી છે.!

– વસંત રાવલ ‘ગિરનારી’

Advertisements

3 thoughts on “મજબૂરી છે.!

  1. પગવાળીને બેસે ક્યાંથી? એ કમભાગી,
    નાભિમાં કસ્તુરી છે ભૈ, મજબૂરી છે.!

    aa sher saro chhe.

  2. મત્લાથી લઈ છેલ્લા શે’ર સુધી આખી ગઝલ મસ્ત..

    જીવનની ઊંચી ફિલોસોફી સાવ સરળ શબ્દોમાં.. વાહ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s