જતી-આવતી ના ડગર એ નગરમાં,
કરું કેવી રીતે સફર એ નગરમાં.
ફરે છે બધાં આંખમાં લઇ સવાલો,
નથી કોઈ પાસે ઉત્તર એ નગરમાં.
પવન પણ ફસાઈને થંભી ગયો છે,
પડી ગઈ છે ભૂલી લહર એ નગરમાં.
ફકત એક ચ્હેરાને પળવાર જોવા,
તરસતી ભમે છે નજર એ નગરમાં.
ફળે એ પહેલા જ તૂટી ગયેલા,
બરડ સ્વપ્નની છે કબર એ નગરમાં.
કદી કોક તો આવશે એ ભરોસે,
લગાતાર ઊભું છે ઘર એ નગરમાં.
– મહેશ મકવાણા
Advertisements
Saras Gazal 💕👍👍👍
સારું લખો છો. કલ્પનોમાં નવીનતા લાવી શકો.
લગાતાર ઊભું છે ઘર એ નગરમાં…..saras…
ફળે એ પહેલા જ તૂટી ગયેલા,
બરડ સ્વપ્નની છે કબર એ નગરમાં…. સુંદર
આખી ગઝલ મજાની થઈ છે….
વાહ મજાની ગઝલ
કદી કોક તો આવશે એ ભરોસે,
લગાતાર ઊભું છે ઘર એ નગરમાં.
વાહ
વાહહહહ વાહહહહ અને વાહહહહ એકએક શેર લાજવાબ.