જરાતરા

મત, આગવો યે રાખજો, કિન્તુ જરાતરા.
રેખાઓ ખુદ્ ની વાંચજો, કિન્તુ જરાતરા.

સંભારણાનું મૂલ્ય કૈં ઓછું નથી અહીં ,
મુઠ્ઠી ભલે ઉઘાડજો, કિન્તુ જરાતરા.

આ પ્રેમ છે ને પ્રેમમાં બસ આપવું પડે
એ વાતે મોણ નાંખજો, કિન્તુ જરાતરા.

આગળ જવાની હામ ત્યાં બેશક મળી જશે,
ગમતા વળાંકે થોભજો, કિન્તુ જરાતરા.

“હું ” ને નજરમાં રાખો છો એ લાલસામાં પણ,
દર્પણને ભાવ આપજો, કિન્તુ જરાતરા.

ધાર્યું કશું ન થાય તો, વહેવારુ થઇ અને –
ટોળાનો ભાગ થઇ જજો, કિન્તુ જરાતરા.

હા, શક્ય છે તકાજો સમયનો એ હોય પણ,
મન મારજો કે વાળજો કિન્તુ જરાતરા.

– લક્ષ્મી ડોબરિયા

Advertisements

8 thoughts on “જરાતરા

  1. આગળ જવાની હામ ત્યાં બેશક મળી જશે,
    ગમતા વળાંકે થોભજો, કિન્તુ જરાતરા….ખુબ સુંદર અભિવ્યક્તિ…. 🙂

    આખી ગઝલ મજાની થઈ છે.. નવી રદીફ સુપેરે નિભાવાઈ છે….

  2. સૌ ના પ્રોત્સાહક પ્રતિભાવ માટે આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s