સમજદારી હતી

બેઉ વચ્ચે જે સમજદારી હતી,
જો ખરુ પૂછો તો લાચારી હતી.

સાવ નાની વાત પણ લંબાઇ ગઈ,
કેટલી લાંબી મગજમારી હતી.

તુ ગઝલમા લાવ્યો સૂફીવાદ પણ,
એમાં તારી દ્રષ્ટિ સંસારી હતી.

મારા મૃત્યુ બાદ પણ એ ના મરી,
એક બે ઇચ્છા જે કુંવારી હતી.

જીવને ઘડવાની પ્રભુની કલ્પના,
ગર્ભમાં માતાએ આકારી હતી.

અંતે બોલી જિંદગી કે તારા પણ,
જીવવામા ક્યાં ભલીવારી હતી.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

Advertisements

5 thoughts on “સમજદારી હતી

  1. મારા મૃત્યુ બાદ પણ એ ના મરી,
    એક બે ઇચ્છા જે કુંવારી હતી.

    One or two shers are good.

  2. મારા મૃત્યુ બાદ પણ એ ના મરી,
    એક બે ઇચ્છા જે કુંવારી હતી..વાહ… ખૂબ સુંદર અભિવ્યક્તિ…
    સરસ ગઝલ..

  3. ગઝલમાં સૂફીવાદ..પણ દ્રષ્ટિ સંસારી હતી.
    ખૂબ સરસ…માર્મિક ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s