પથારી ફેરવી નાખી

હ્રદય નામે રમકડાંએ પથારી ફેરવી નાખી ,
પછી સૌ ઓળખીતાએ પથારી ફેરવી નાખી.

નિરાંતે બેસવા માટે ગયો સાગરકિનારે તો,
અજાણ્યાં શંખ-છીપલાંએ પથારી ફેરવી નાખી.

જગતનો વાંક દેખાતો હતો આ દુર્દશા માટે,
ખરેખર તો અરીસાએ પથારી ફેરવી નાખી.

નથી કંઇ કોઈને કીધું, ન જાહેરાત કીધી કંઇ,
છતાં આંખો ને ચ્હેરાએ પથારી ફેરવી નાખી.

જરા બારી તરફ માથું કરી સહુ ઊંઘ લેતા’તા,
‘પવન’ તારા અડપલાંએ પથારી ફેરવી નાખી.

– ભરત ભટ્ટ ‘પવન’

Advertisements

5 thoughts on “પથારી ફેરવી નાખી

  1. જગતનો વાંક દેખાતો હતો આ દુર્દશા માટે,
    ખરેખર તો અરીસાએ પથારી ફેરવી નાખી.

    રદીફની ક્રતાવ સાથે આ શેર સરસ ર્શ્યો.

  2. સાવ બોલાચાલી રદીફ અહીં સુપેરે પ્રયોજાયો છે..

    અર્થપૂર્ણ અભિવ્યક્તિઓની ગઝલ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s