કારણ હશે

મુખ ઉપર પ્રસ્વેદ, એ કારણ હશે,
નાવ તળિયે છેદ, એ કારણ હશે.

દેહ ને મન, બેઉની હાલત જુઓ,
રોજ વધતો મેદ, એ કારણ હશે.

યુદ્ધ, સ્પર્ધા, દૂ:ખ અને અન્યાય પણ,
મન તણા છળભેદ, એ કારણ હશે.

જિન્દગીને ખુદ અમે પ્યારી કહી,
ઉમ્રભરની કેદ, એ કારણ હશે.

પદ્યનો મહિમા થવાનો આજ પણ,
પૂર્વના ઋગ્વેદ, એ કારણ હશે.

– પ્રવીણ શાહ

Advertisements

5 thoughts on “કારણ હશે

  1. ‘પ્રસ્વેદ’થી ‘ઋગ્વેદ’ બધા કાફિયા કાબિલે-દાદ રીતે ગુંથાયા ગઝલમાં અભિનંદન પ્રવીણભાઈ. અખંડાનંદમાં મોકલો.

  2. પદ્યનો મહિમા થવાનો આજ પણ,
    પૂર્વના ઋગ્વેદ, એ કારણ હશે…. વાહ …

    મત્લા ઉપરાંત ઉપરોક્ત શે’ર વધારે ગમ્યો.. બાકી ગઝલ આખી સરસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s