સંતાડ્યા કરે

કોક સુખને રોજ દેખાડ્યા કરે,
કોક દુ:ખને રોજ સંતાડ્યા કરે.

આંસુઅો માટે બધાં આ માણસો,
આંખમાં વરસાદને વાવ્યા કરે.

આ સૂનાં ઘરનાં ખૂણેખૂણે હજી,
હાજરી તારી સતત લાગ્યા કરે.

લોક તો એની રીતે બાળે મને,
ને ગઝલ અંદરથી અજવાળ્યાંકરે.

હાથમાં ક્યારેય પણ જકડે નહીં.
બસ મને એ શ્વાસમાં બાંધ્યા કરે.

દૂર રાખે છે સતત જે જે મને,
એ જ મારી કાળજી રાખ્યા કરે.

હું લખીને મોકલું એકેક શેર,
તું બનાવીને ગઝલ, ગાયા કરે.

= મહેશ મકવાણા

Advertisements

6 thoughts on “સંતાડ્યા કરે

  1. આંસુઅો માટે બધાં આ માણસો,
    આંખમાં વરસાદને વાવ્યા કરે… વાહ, મજાની અભિવ્યક્તિ.. !!

    આખી ગઝલ ઉમદા થઈછે…

  2. દૂર રાખે છે સતત જે જે મને,
    એ જ મારી કાળજી રાખ્યા કરે.

    good gszal.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s