લોહી વહ્યું

ખાટકીવાસમાં ખાટકીએ કહ્યું,
હર પશુને અહીં ઘાસ ખાવા મળ્યું !

એક કીડી ઉપર વાર કોણે કર્યો,
ને નદી જેટલું કેમ લોહી વહ્યુ ?

જીવતા માણસો જ્યાં સડી જાય છે,
કંઇક વરસો જૂનું શબ ત્યાં તાજું રહ્યું !

જે ઉપરથી કપાયાં કરે છે સતત,
મૂળમાંથી ઘણું ઝાડ નીચે વધ્યું !

થઇ ગયું સાવ ચકલીનું ચીંચીં ય ચૂપ,
કો અજાણી જગ્યાએથી ઘૂવડ રડ્યું !

– ભરત વિંઝુડા

Advertisements

3 thoughts on “લોહી વહ્યું

 1. એક કીડી ઉપર વાર કોણે કર્યો,
  ને નદી જેટલું કેમ લોહી વહ્યુ ?…. વાહ…
  દરેક શે’ર ગહનાર્થ..
  ખૂબ ઉમદા હમ-રદીફ હમ-કાફિયા ગઝલ… !!

 2. થઇ ગયું સાવ ચકલીનું ચીંચીં ય ચૂપ,
  કો અજાણી જગ્યાએથી ઘૂવડ રડ્યું !

  સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s