દીકરી

દીકરીનો સંગ તો એક ખુશનુમા પળ હોય છે,
સુખના તાળાની એ અકસીર બસ કળ હોય છે,

એક નાના કોડિયા જેવી ભલે લાગે છતાં,
આયખા આખાયની ભરપૂર ઝળહળ હોય છે.

સહેજ પણ ના એ સમસ્યા માવતર માટે બને,
પણ સહજ ઉત્તરની કાયમ એ જ અટકળ હોય છે.

જિંદગીના આ બગીચામાં ખીલેલા ફૂલ પર,
ના કદી તડકો ભગાવે એવું ઝાકળ હોય છે.

નેહનો વરસાદ વરસાવી શકે વૈશાખમાં,
એ જ ‘આનંદ’થી ભીંજાવે એવું વાદળ હોય છે.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

13 thoughts on “દીકરી

 1. સાચે જ દીકરી એટલે મા-બાપના અંતરને ઠારતી વાદળી છે.
  દીકરીની કદર સમજાવતી સુંદર રચના.

 2. એક નાના કોડિયા જેવી ભલે લાગે છતાં,
  આયખા આખાયની ભરપૂર ઝળહળ હોય છે.

  સરસ ગઝલ. દીકરી ણ હોય તેને પસ્તાતા પણ જોયા છે.

 3. એક નાના કોડિયા જેવી ભલે લાગે છતાં,
  આયખા આખાયની ભરપૂર ઝળહળ હોય છે.

  સરસ ગઝલ. માફ કરજો દીકરી ન હોય તેને પસ્તાતા પણ જોયા છે.એમ કહેવું છે.

 4. નેહનો વરસાદ વરસાવી શકે વૈશાખમાં,
  એ જ ‘આનંદ’થી ભીંજાવે એવું વાદળ હોય છે…… ખૂબજ મજાનો શેયર!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s