અલગ

આપણી મંઝીલ અલગ ને આપણા રસ્તા અલગ,
એટલે પડતાં રહ્યાં છે આપણા પગલાં અલગ.

ડૂબવા ચાહું છું હું તું શોધ સાહિલની કરે,
આપણી નૌકા અલગ ને આપણા દરિયા અલગ.

સાદ દઉં તુજને હું, તુજથી ‘એ..ય’ પણ બોલાય ના,
આપણા શબ્દો અલગ ને આપણા પડઘા અલગ.

હું તને ઝંખું અને તું ઝંખના જગની કરે,
આપણા હૈયાં અલગ ને આપણી દુનિયા અલગ.

માત્ર તારી શોધ મુજને, તું બધાની શોધમાં,
આપણી આંખો અલગ છે, આપણા સપનાં અલગ.

હું તને મળવા મથું તું રાહ કોઈની જુએ,
આપણા યત્નો અલગ ને આપણી ઈચ્છા અલગ.

કંઈ નહિ તો વેદના તો પ્રેમની સરખી મળી,
અશ્રુ તો સરખાં જ નીકળ્યાં હો ભલે ધારા અલગ.

એકબીજાનું નિહાળી મોં જીવ્યે જાશું, ભલે,
ચાર મોઢે આપણી ચાહતની હો ચર્ચા અલગ.

હાથ રાખી હાથમાં ‘બેતાબ’ તોય જીવશું,
હોય છો ને આપણા આ હાથની રેખા અલગ.

– રિષભ મહેતા

Advertisements

5 thoughts on “અલગ

  1. રીષભભાઈની વધુ એક સુંદર ગઝલ.

    માત્ર તારી શોધ મુજને, તું બધાની શોધમાં,
    આપણી આંખો અલગ છે, આપણા સપનાં અલગ.
    હાથ રાખી હાથમાં ‘બેતાબ’ તોય જીવશું,
    હોય છો ને આપણા આ હાથની રેખા અલગ.

    સરસ મુંગો ગો વિરહ.

  2. સાદ દઉં તુજને હું, તુજથી ‘એ..ય’ પણ બોલાય ના,
    આપણા શબ્દો અલગ ને આપણા પડઘા અલગ… એક થી એક ચઢિયાતાં શે’રની મજેદાર ગઝલ…

    ગઝલના પરંપરાગત ભાવને દરેક શે’રમાં સૂપેરે સાચવ્યો છે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s