અત્તર અત્તર.!

તારી યાદોનું વાવેતર,
વાવ્યું છે મેં ખેતર ખેતર.

મારે માથે નભ ફાટયું છે,
એને માથે છત્તર છત્તર.

પથ્થર દિલ પણ પળમાં પીગળે,
અશ્રુઓ કેવાં બળવત્તર. !

કોણ ગયું છે આ રસ્તેથી ?
આખો રસ્તો અત્તર અત્તર.!

સુખમાં સાથે લાખો લોકો,
દુ:ખમાં કેવળ પંદર સત્તર.

સાવ કફન ઓઢાડી અમને,
ઓઢી લીધું ખુદ પાનેતર.!

– રતિલાલ સોલંકી

Advertisements

6 thoughts on “અત્તર અત્તર.!

 1. આખીયે ગઝલ સુંદર અને સરસ રચના. શીર્ષક સાર્થક.

  કોણ ગયું છે આ રસ્તેથી ?
  આખો રસ્તો અત્તર અત્તર.!

 2. કોણ ગયું છે આ રસ્તેથી ?
  આખો રસ્તો અત્તર અત્તર.!… ક્યા વાત મજાની અભિવાયક્તિ…

  આખી ગઝલ મોજ લાવી દે એવી

 3. સુખમાં સાથે લાખો લોકો,
  દુ:ખમાં કેવળ પંદર સત્તર.
  bhut khub sir

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s