હોય પણ

બંધ તાકામાં ખજૂરો હોય પણ ,
દોસ્ત ! માણસ છે : અધૂરો હોય પણ .

એમ કરવત મૂકવાની હોય કંઈ ?
કંઠ છે : ડૂમો -ડચૂરો હોય પણ .

જીવને ના એકરંગી ધારવો ,
શ્વેત -કાળો ,લાલ -ભૂરો હોય પણ .

મોરલો છોને અધૂરો ચાકળે ,
ટેરવામાં સાવ પૂરો હોય પણ !

તુલસીનો છોડ જાણી પૂજ , ‘ને
હા ‘,બને કે એ ધતૂરો હોય પણ .

ધાર કાઢી સજ્જ કાયમ રાખવો ,
ભીડ ટાણે શબ્દ શૂરો હોય પણ .

– હેમંત ગોહિલ ‘મર્મર’

Advertisements

6 thoughts on “હોય પણ

  1. મત્લાથી મકતા સુધી દરેક શે’ર વાહ બોલાવે એવા..

    મજાની અભિવ્યક્તિની ગઝલ..

  2. સરસ રચના.ધાર કાઢી સજ્જ કાયમ રાખવો ,
    ભીડ ટાણે શબ્દ શૂરો હોય પણ .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s