બનાવ છે

દર્પણ પૂછે છે, કેમ જૂના હાવભાવ છે ?
તાજા થયેલા કોઈ ફરી એજ ઘાવ છે !

ભરતો રહું સ્મરણ હું હવા જેમ શ્વાસમાં ,
લાગ્યા કરે સતત છતાં તારો અભાવ છે .

આંખો મળી ગઈ જ્યાં અમારી બજારમાં ,
લોકો જુએ છે એમ ,પ્રથમ આ બનાવ છે .

દરિયો ત્યજી દીધો અમે વર્ષોથી તે છતાં ,
હાથે હજુ ય એજ હલેસાં એ નાવ છે .

અભિનય સરસ કરે છે બધા દોસ્ત એટલે ,
સમજી નથી શકાતું કે કોનો આ દાવ છે .

– પીયૂષ પરમાર

Advertisements

5 thoughts on “બનાવ છે

  1. દરિયો ત્યજી દીધો અમે વર્ષોથી તે છતાં ,
    હાથે હજુ ય એજ હલેસાં એ નાવ છે … વળગણનું આમ જ હોય છે.. !!

    ખૂબ સુંદર અભિવ્યક્તિની ગઝલ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s