મન ભાવે

સત્ય સંતાડવું નહીં ફાવે,
હું કહીશ એ જ, જે નજર આવે.

વાત કરવાની છે તું એ કરજે,
એ નહીં જે બધાને મન ભાવે.

આમ કેરી બધાંને ભાવે ને ,
લ્યો, બધાં બાવળો અહીં વાવે.

રણ તરસતું બે બુંદ માટે અહીં,
એ, સમંદર પર મેહ વરસાવે.

આ બધું સુખ છે ખરે ભ્રામક,
આગ ઇર્ષ્યાની બસ એ સળગાવે.

આંખ છે, નીંદ છે ને સ્વપ્નો છે,
જિંદગીભર તો એ જ દોડાવે.

ફક્ત ‘આનંદ’ કામ આવે છે,
વાત આ કોણ કોને સમજાવે..?

– અશોક જાની ‘આનંદ’

Advertisements

9 thoughts on “મન ભાવે

 1. આંખ છે, નીંદ છે ને સ્વપ્નો છે,
  જિંદગીભર તો એ જ દોડાવે.

  સરસ રચના

 2. આંખ છે, નીંદ છે ને સ્વપ્નો છે,
  જિંદગીભર તો એ જ દોડાવે.
  sundar

 3. રણ તરસતું બે બુંદ માટે અહીં,
  એ, સમંદર પર મેહ વરસાવે.

  સુંદર રચના, વાસ્તવિકતા રજૂ કરતી ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s