અર્થ સરશે નહિ

કાચા ઘડાના ઘાટનો કૈં અર્થ સરશે નહિ.
ને, વ્યર્થ આ રઘવાટનો કૈં અર્થ સરશે નહિ.

જોઇ શકે જ્યાં તું તને, એ તેજ ખપનું છે,
બીજા બધા ચળકાટનો કૈં અર્થ સરશે નહિ.

એ બારમાસી હોય પણ ના હોય તાજગી
એ પ્યાસ એ તલસાટનો કૈં અર્થ સરશે નહિ.

ના હો વળાંકો-ઢાળ, તો આગળ જવાશે પણ,
સીધી સરળ એ વાટનો કૈં અર્થ સરશે નહિ.

વાદળ થઇ વરસી જવા, દવ ભીતરે તું રાખ,
આ બ્હારના ઉકળાટનો કૈં અર્થ સરશે નહિ.

ખીલી-ખરી ને વાત બસ તારી તું કર અહીં,
ખાલીપાના ખખડાટનો કૈં અર્થ સરશે નહિ.

આંસુ તેં કોઇના કદી લૂછ્યા ન હોય તો,
તર્પણને કાજે ઘાટ નો કૈં અર્થ સરશે નહિ.

– લક્ષ્મી ડોબરિયા.

Advertisements

6 thoughts on “અર્થ સરશે નહિ

 1. ખીલી-ખરી ને વાત બસ તારી તું કર અહીં,
  ખાલીપાના ખખડાટનો કૈં અર્થ સરશે નહિ.

  સરસ અર્થ સારતી ગઝલ.

 2. ના હો વળાંકો-ઢાળ, તો આગળ જવાશે પણ,
  સીધી સરળ એ વાટનો કૈં અર્થ સરશે નહિ… ખૂબ જ સરસ..

  મજાની ગઝલ… વાહ ,

 3. જીવનની સરળ અને સાચી ફીલસૂફી લક્ષ્મીબેને ગઝલમાં વર્ણવી છે.
  સાચી વાત તો અહીં છે…

  અાંસુ તેં કોઇના કદી લૂછયા ન હોય તો,
  તર્પણને કાજે ઘાટ નો કૈં અર્થે સરશે નહિ.

  વાત ગમી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s