તમે ક્યાં છો ?

વરસતી સાંજ,વ્હેતી ક્ષણ, હ્રદય બેબશ, તમે ક્યાં છો ?
ભીતર છે આગ એવી કે બની પરવશ, તમે ક્યાં છો ?

વિરહની ડાળે બેસી એક કોયલ જ્યાં ટહુકી ત્યાં,
ગુંજે વૈશાખનો પગરવ, બની કર્કશ- તમે ક્યાં છો ?

હજી તો આગને ના સાંપડ્યો વેરી પવનનો સાથ,
છતાં તણખો બને છે, યાદનો આતશ- તમે ક્યાં છો ?

પ્રવાસી પ્રેમની છું ને આ યાદી કંઇ મુકામોની,
વચાળે તમને મળવાનું કરું સાહસ, તમે ક્યાં છો ?

ધીરે ધીરે થતી ચાલી અહલ્યા રાહ જોતી હું,
જીવે સંવેદના, સ્પર્શો બની પારસ – તમે ક્યાં છો ?

મને વરસાદ ગમતો એનો મતલબ એ થયો પ્રિયે,
જગત આખું બને છે પ્રેમરસ સારસ, તમે ક્યાં છો ?

– પ્રજ્ઞા વશી

Advertisements

4 thoughts on “તમે ક્યાં છો ?

  1. હજી તો આગને ના સાંપડ્યો વેરી પવનનો સાથ,
    છતાં તણખો બને છે, યાદનો આતશ- તમે ક્યાં છો ?… વાહ

    ઘટના ઘટના પર ઝુરાપાની ગઝલ.. આખી ગઝલ ગમી..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s