મથે છે

સુખ ને દુઃખોની હદમાં એ ઝાલવા મથે છે,
યાને પવનની ઉપર એ ચાલવા મથે છે,

ફૂલોની દોસ્તીનો એને ચડ્યો છે મીણો,
એ ફૂલ જેમ રણમાં જઇ ફાલવા મથે છે,

પાંખો છે, પણ બટકણી ડાળી ઉપર એ બેસે,
એ રીતે ઝાડવાને એ વ્હાલવા મથે છે,

આકાશને અડકતી ઈચ્છાને એ ઉછેરે,
જાણે કે પંખી થઇને એ મ્હાલવા મથે છે,

ફૂલોનાં ફાયા લઇને એ ચોતરફ ફરે છે,
ગજવે પતંગિયાઓ એ ઘાલવા મથે છે,

કૃતાંત કાળ સાથે ઝઘડે ‘રમેશ’ તેથી,
સુખની ક્ષણો ય જાણે કે સાલવા મથે છે,

-રમેશ પારેખ

Advertisements

5 thoughts on “મથે છે

  1. એક એક શે’ર આફરીન… કયા શે’રને મસ્ત કહેવો કયાને ઓછો સારો કહેવો.. ?

    ‘વ્હાલવા’ નો કોઈ જવાબ નહીં.. ર.પા. ફેક્ટર દરેક શે’રમાં ઝળકે છે.

  2. આશ્ચર્ય… !! અત્યાર સુધીમાં આશરે પંદરેક જણે વાંચેલી આ રચના કોઈને પસંદ ન આવી.. !!!? એનું.. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s