માગવું નથી

બે હાથ જોડીશું પરંતુ માગવું નથી,
જે જોઈએ છે એ તમારે આપવું નથી.

ખોટા કરો ના વાયદા, બસ સ્વપ્નમાં રહો,
કારણ અમારે રાત આખી જાગવું નથી.

કુદરતની નીલી આંખમાં વાંચી લીધું અમે,
એથી વધુ કંઈ આપ વિષે જાણવું નથી.

ભક્તોને પાયું એ જ અમને પીવડાવજો,
આ વિષ દુનિયાનું અમારે ચાખવું નથી.

હો સારથી જો આપ તો વિચારવું પડે,
બાકી અમારે યુદ્ધ કોઈ માંડવું નથી.

પ્રવીણ શાહ

9 thoughts on “માગવું નથી

  1. અશોક જાની 'આનંદ'

    હો સારથી જો આપ તો વિચારવું પડે,
    બાકી અમારે યુદ્ધ કોઈ માંડવું નથી…. વાહ… સુંદર

    સરળ ભાષામાં અર્થગહન વાતો સુપેરે આવી છે..

    Reply
  2. Kirtikant

    કુદરતની નીલી આંખમાં વાંચી લીધું અમે,
    એથી વધુ કંઈ આપ વિષે જાણવું નથી.

    સવિશેષ મક્તા સહિત આખી ગઝલ બહુ જ સરસ.

    Reply

Leave a comment