સમય સાચવે છે

સમય સાચવો તો સમય સાચવે છે,
જીવન, મોત જેવા વિષય સાચવે છે.

પરાભૂત શૂરા નથી હામ ખોતા,
પરાજીત ભુજામાં વિજય સાચવે છે.

અમારા રુદયની સુરાહીમાં ઠલવો,
તમારી આ આંખો જે મય સાચવે છે.

નથી સૂર્ય વહાલો, નથી રાત દવલી,
ગગન અસ્ત સાથે ઉદય સાચવે છે.

‘લલિત’ પ્રેમ-દીપક જલાવી અહર્નિશ,
પ્રજળતા પ્રજળતા પ્રણય સાચવે છે.

– લલિત વર્મા

( ‘લાલિત્ય’ માંથી સાભાર )

Advertisements

7 thoughts on “સમય સાચવે છે

  1. sari Gazal chhe.
    “રાત દવલી” ને બદલે ‘દલવી’ની ટાઇપીંગ એરર સુધારવી.

  2. વ્હાલા સન્મિત્ર લાલીત્ભાઈની સરસ અને માર્મિક ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s