મળવું હતું

શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું,
એ રીતે મારે મને મળવું હતું.

શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઇ ખરવું હતું.

શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થઇ સરિતા, છાલકે ભળવું હતું.

શબ્દનો છે સૂર્ય કેવો આલીશાન,
બે જ હાથોથી નમન કરવું હતું.

શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

-દિલીપ ઠાકર

Advertisements

6 thoughts on “મળવું હતું

  1. શબ્દમાં જીવી જઇને આખરે,
    તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું…. Wah… khub sundar

  2. શબ્દમાં જીવી જઇને અાખરે,
    તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

    ખૂબ સરસ વિભાવના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s