અડધું-અધૂરું

ખૂબ મથતો પણ ‘તને’ હું ઓળખું અડધું-અધૂરું
એ જ કારણથી રહ્યું છે આયખું અડધું-અધૂરું

શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું

આમ તારી હસ્ત-રેખા, પણ સદા ‘તારી’ તરફદાર
એથી મારા ભાગ્યને હું પારખું અડધું-અધૂરું

હું કદી ‘તારા’ સુધી પહોંચ્યો નથી, સાચું ! પરંતુ
છે સબબમાં કેડીઓનું માળખું અડધું-અધૂરું

‘તું’ વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું
રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું-અધૂરું

હર્ષદ ચંદારાણા

Advertisements

5 thoughts on “અડધું-અધૂરું

  1. શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
    ‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું

    વાહ… ખૂબ સુંદર અભિવ્યક્તિઓ……. મજાની ગઝલ !!

  2. ‘તું’ વગરનું ગામ અડધું,સીમ અડધી, ઘર અધૂરું,
    રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું -અધૂરું…

    ખૂબ સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s