પિંડથી પાતાળમાં વ્યાપી રહ્યો છું.
હું દશાંગુલ ઉર્ધ્વમાં વ્યાપી રહ્યો છું.
જે હતા કંઇ દોષ તે ધોવાઇ ચાલ્યા,
સંચરીને સૂક્ષ્મમાં વ્યાપી રહ્યો છું.
વ્હેંત ઊંચો થઈને આ વ્યવહારમાં,
રોજની ઘટમાળમાં વ્યાપી રહ્યો છું.
હું સમયનો અંશ છું, ક્ષણમાં વહું છું,
નિ:સમયના રૂપમાં વ્યાપી રહ્યો છું
ઝૂમતી નિર્મળ સુગન્ધોમાં ઢળ્યો છું,
એ નયનના રંગમાં વ્યાપી રહ્યો છું
એ કથાનક તો હતું છેક જ પુરાણું,
હું સળગતા શબ્દમાં વ્યાપી રહ્યો છું.
—જગદીશ ગૂર્જર
Advertisements
Wah! Very good rachana.
Saryu
સરસ ગઝલ
ખૂબ સરસ. વિશ્વરૂપ દર્શન.
સુંદર ગઝલ .. ગમી