કોને ખબર?

કેટલા જોડાય ને તૂટે હ્રદય, કોને ખબર?
શું પ્રણયમાં પણ હશે આ લય-પ્રલય, કોને ખબર?

સાંજ પ્હેલાં સૂર્ય આથમતો નથી, એ સત્ય છે;
પણ ખરેખર સાંજનો સાચો સમય, કોને ખબર?

આપણો સાથી-પ્રવાસી એક પડછાયો છે બસ,
ને વળી એના યે શું કદ-કાઠી-વય, કોને ખબર?

જિંદગી આખી રમાડી આગ કોમળ હાથમાં,
તે છતાં સંસારનો છે કેમ ભય, કોને ખબર?

હું જીવું કે ના જીવું, પણ શબ્દ મારો જીવશે;
કઇ દુઆથી એ થયું લાગે છે તય, કોને ખબર?

– દિવ્યા મોદી

Advertisements

6 thoughts on “કોને ખબર?

  1. સાંજ પ્હેલાં સૂર્ય આથમતો નથી, એ સત્ય છે;
    પણ ખરેખર સાંજનો સાચો સમય, કોને ખબર?.. વાહ …ખૂબ પડકારજનક પ્રશ્ન

    એકદમ મજાની ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s