કેવું લાગે ?

કોઈ કિનારો રોકે, તમને કેવું લાગે ?
ભીના સાદે ટોકે તમને કેવું લાગે ?

દરિયા જેવો દરિયો આખો રહ-રહ કરતો,
રડતો પોકે પોકે તમને કેવું લાગે ?

ડાળ ઉચાળા ભરતી, ખુશ્બૂ કટકે કટકા,
આમ પવનના ઝોકે, તમને કેવું લાગે ?

પાનખરી સંદેશે પચરક પીળાં પર્ણો,
ખરતાં થોકે થોકે તમને કેવું લાગે ?

એક નગરના દ્વારે તોરણ તરસે ટળવળ,
મૃગજળ ચોકે ચોકે, તમને કેવું લાગે ?

જીવનમાંથી જીવન બાદ થવાની ઘટના,
શ્વાસ સતત અવલોકે, તમને કેવું લાગે ?

– દક્ષા બી. સંઘવી

9 thoughts on “કેવું લાગે ?

  1. ડાળ ઉચાળા ભરતી, ખુશ્બૂ કટકે કટકા,
    આમ પવનના ઝોકે, તમને કેવું લાગે ?

    સરસ રચના.

  2. પાનખરી સંદેશે પચરક પીળાં પર્ણો,
    ખરતાં થોકે થોકે તમને કેવું લાગે ?… આંખ સામે પાનખરનું ઉપવન ખડું થઈ ગયું,,

    પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરેને ત્યારે સાલું લાગી આવે…. !! યાદ આવી ગયું..

    આખી ગઝલ સુંદર થઈ છે.. અભિનંદન.. !!

  3. વાહ! બહુ સરસ, સહજ અને સરળ રચના. આવી ગઝલ બની ગઈ લાગે, પ્રયત્નપૂર્વક બનાવેલી નહીં.
    સરયૂ

  4. જીવનમાંથી જીવન બાદ થવાની ઘટના,
    શ્વાસ સતત અવલોકે, તમને કેવું લાગે ?

    સરસ તાદ્દશ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s