જળની વચ્ચે

જીરણ-શીરણ જીવતરની પળપળની વચ્ચે,
જાત ઊભી છે થરથરતી, અટકળની વચ્ચે .

એક નદીએ જોઈ લીધું છે તારુ-મારું,
મળવાનું છાનુંછાનું ખળખળની વચ્ચે.

કેમ ઉકેલું ગાંઠ ? જડે નહીં જળનો છેડો,
પરપોટામાં ગૂંચ પડી છે જળની વચ્ચે .

અંધારાનાં ટોળાં વચ્ચે મારગ જડશે,
અહીં તો અથડાવાનું છે ઝળહળની વચ્ચે .

મળી શકું હું શેરી કે રસ્તા વચ્ચે, પણ,
મળવા આવું કેમ તને ઝાકળની વચ્ચે .

રોજે રોજ લખાય ગઝલ તારી, કારણ કે,
તારું હોવું રાખ્યું છે કાગળની વચ્ચે.

પોતપોતાનાં સુખનાં-દુ:ખનાં દિવસો પ્હેરી,
સૌ જીવે છે એક મજાનાં છળની વચ્ચે.

– મહેશ મકવાણા

Advertisements

5 thoughts on “જળની વચ્ચે

 1. એક પ્રવાહી ગતિથી આગળ વધતી સાંગોપાંગ સુંદરા ગઝલ…

  દરેક શે’ર અને તેની અભિવ્યક્તિ ઉમદા… એમાં ય ત્રીજો, છ્ઠ્ઠો અને સાતમો શે’ર… ભાઈ વાહ…. !!

 2. સાંગોપાંગ સુંદર રચના.

  પોતપોતાનાં સુખનાં- દુ:ખનાં દિવસો પ્હેરી,
  સૌ જીવે છે એક મજાનાં છળની વચ્ચે.

  ખૂબ સુંદર..

 3. Ghana divase eh Sangheda-Utar rachana mali…….Eke-ek sher sundar chhe… Kyo shreshrhtha kahevo..???.. Toy kahu ne to…..Taru hovu rakhyu chhe kagal ni vachche……….Adbhoot.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s