શોક-ભંગ

એ દિવસો થી..મહિનાઓ થી..વરસો થી….,
બેઠી હતી ચુપચાપ,
રાખનાં ઢગલાં જેવી !
અંદરનાં ઓરડે ગણગણાટ ચાલતો હતો,
એણે કાન સરવા કર્યા…
‘ કોઇનું સાંભળતી નથી.’
‘જબરી તો ખરી હોં..બધું એકલી જ પતાવી આવી !’
‘આવું તે કંઇ ચાલે ? ન ફોન..ન તાર..ન ટપાલ…! ન બેસણું..ન ઉઠમણું..ન સાદડી..!’
‘ એ તો ઠીક સરવણી નહી અને વરસી પણ નહી..બોલો !!’
‘ જે થયુ તે…પણ હવે શોક તો ભંગાવવો જ પડે..એમાં કોઇ નું નહી ચાલે.’
એ મક્કમ પગલે ઉભી થઇ ને અંદર ગઇ…બોલી…
‘શોક પણ હું જાતે જ ભાંગીશ..કોઇ એ તસ્દી લેવાની જરુર નથી.
અને..કાગળ -પેન લઇ ને…
એ ફરી કવિતા લખવા બેઠી.

– પારુલ ખખ્ખર

Advertisements

7 thoughts on “શોક-ભંગ

  1. vah vah….kvita lkhva besi vado vdank .bhu j gmiyo…bhuj sundar. nice achhandas

  2. સચોટ અભિવ્યક્તિનું સીધું સટ્ટ અછાંદસ… !!

    ખૂબ ગમ્યું..

  3. શોકભંગ અને કવિતા. ખૂબ સરસ, લૌકિક ક્રિયા કરતા ઉત્તમ માર્ગ.
    કવિતા લાગણીને વાચા અાપે છે.
    સરસ અછાંદસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s