ઈશ્વરનું ખિસ્સું

માણસનું ખિસ્સું તપાસો તો એમાંથી ઈચ્છા-અપેક્ષાઓ મળશે
ઈશ્વરનું ખિસ્સું તપાસો તો એમાંથી માણસનો ફોટો નીકળશે

ઈશ્વર તો આખો’દિ માણસની ભક્તિ ને માણસનાં કીર્તન કરે છે
માણસનાં ફળિયામાં, માણસની ગલીઓમાં માણસમય થઇ એ ફરે છે
કોઈ પણ શુભ કામનો પ્રારંભ- જો જો એ માણસનું નામ લઈ કરશે………ઈશ્વરનું ખિસ્સું

માણસની પૂજામાં ઈશ્વર દરરોજ એક સૂરજનો દીવો પ્રગટાવે
ધરતીના તરભાણે વાદળનો લોટો ને લોટામાં ચોમાસું લાવે
ખેતરનાં ધાન અને વાડીનાં ફળ: બધું નિતનિત નૈવેદમાં એ ધરશે ……..ઈશ્વરનું ખિસ્સું

કાયમી સરનામું એનું મેં જાણવા ઈશ્વરનું આઈકાર્ડ માંગ્યું
એડ્રેસની સામેની લીટીઓમાં ‘માણસનું હૈયું’ લખેલું મેં વાંચ્યું
હૈયા પર હાથ મૂકી જૂઓ, ત્યાં ઈશ્વરના હોવાનો પુરાવો મળશે……..ઈશ્વરનું ખિસ્સું

– ભરત ભટ્ટ ‘પવન’

Advertisements

7 thoughts on “ઈશ્વરનું ખિસ્સું

  1. સાવ નોખી અભિવ્યક્તિનું ગીત… મજા આવી ગઈ…

    વાહ.. પવન..!!

  2. ખૂબ સુંદર કવિતા…..ઈશ્વરનું ખિસ્સું કેટલું હર્યુભર્યુ છે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s