પ્રશ્ર્ન છે

કેટલાં ઘરડાઘરોમાં હું ફરું? એ પ્રશ્ર્ન છે,
શોધ ઇશ્વરની નહીં તો ક્યાં કરું? એ પ્રશ્ર્ન છે

રોજ લાગે કે, હવે બસ બહુ થયું આ જીવવું,
ને પછી હમણાં મરું કે ના મરું? એ પ્રશ્ર્ન છે

ધાર કાઢેલી કટારી, રોજ આવે સ્વપ્નમાં,
ક્યાં સુધી હિમ્મત કરી છાતી ધરું? એ પ્રશ્ર્ન છે

બે જ બસ છે આંગળી ને અંગુઠો લખવા મને,
બે વધેલી આંગળીનું શું કરું? એ પ્રશ્ર્ન છે

પેનમાં સ્યાહી ભરીને તો ગઝલ લખશે બધાં,
કેમ હું લોહી તરોતાજા ભરું? એ પ્રશ્ર્ન છે

– હેમાંગ નાયક

Advertisements

4 thoughts on “પ્રશ્ર્ન છે

  1. રોજ લાગે કે, હવે બસ બહુ થયું આ જીવવું,
    ને પછી હમણાં મરું કે ના મરું? એ પ્રશ્ર્ન છે… વાહ

    સરસ ભાવ વ્યક્ત થયો છે.. મજાની ગઝલ

  2. સુંદર અભિવ્યક્તિ…. મૂંઝવણ અને દ્વિધા સારી રીતે વ્યક્ત થઇ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s