છાનું છે!

માંગવુ એ તો બસ બહાનું છે,
આપ થી કયા કશું છાનું છે!

કોઇ સામે ન હો છતા શાને,
આપણે એને ધારવાનું છે?

ક્યાં કશું પણ છુપાવવું છે દોસ્ત,
આ તો અમસ્તુ જ ચોરખાનું છે.

જો કહો તો લખી દઉં હું નામ,
સાવ કોરું કટાક પાનું છે.

પાથરો શ્વાસ તે છતાં ‘પીયૂષ’,
શ્વાસ થઈ કોણ આવવાનું છે?

– પીયૂષ પરમાર

Advertisements

4 thoughts on “છાનું છે!

  1. ક્યાં કશું પણ છુપાવવું છે દોસ્ત,
    આ તો અમસ્તુ જ ચોરખાનું છે….વાહ ક્યા બાત !!

    ખફિફમાં સુંદર ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s