હોવો જોઇએ

કોઇ સારો, કોઇ નરસો સાર હોવો જોઇએ,
જિંદગીને એક તો આકાર હોવો જોઇએ.

ફૂલ ચૂંટી જાય ભમરો, તો ય કંઇ બોલે નહીં,
માળી એ ચોક્કસપણે લાચાર હોવો જોઇએ.

નાતમાંથી બહાર કાઢેલા બધાયે શબ્દનો,
આગવો કોઈ જગા સંસાર હોવો જોઇએ.

આપણી વચ્ચે કશું સગપણ ન હો, તો શું થયું?
માનવી નાતેય થોડો પ્યાર હોવો જોઇએ.

હું બધાંની લાગણીનો ખ્યાલ રાખું છું સહજ,
એમને એ વાતનો અણસાર હોવો જોઇએ.

હા ‘પથિક’, મંઝિલ સુધી ચાલી જવાશે એકલું,
કંઇ નહીં, નક્શાનો બસ આધાર હોવો જોઇએ.

– જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements

2 thoughts on “હોવો જોઇએ

  1. નાતમાંથી બહાર કાઢેલા બધાયે શબ્દનો,
    આગવો કોઈ જગા સંસાર હોવો જોઇએ… વાહ …

    સરસ ગઝલ… ગમી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s