ભીંસાય છે !

વધતું ઓછું કંઈ અને કંઈ થાય છે,
એક સરખું ક્યાં સતત જિવાય છે !

જળ તણાતું જાય છે તે જોઉં છું,
તું જુએ છે કે નદી વહી જાય છે !

કોઈને કંઈ પણ કહી શકતો નથી,
માત્ર મારા પૂરતું સમજાય છે !

આવતી વરસાદની ઠંડી લહર,
ક્યાંક નજદીકમાં પવન ભીંજાય છે !

ઊછળે મોજાં અને દરિયો વધે,
ધરતી ચારે બાજુથી ભીંસાય છે !

– ભરત વિંઝુડા

5 thoughts on “ભીંસાય છે !

  1. જળ તણાતું જાય છે તે જોઉં છું,
    તું જુએ છે કે નદી વહી જાય છે !…વાહ સુંદર ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s