કોઇ સમજાવે ?

મને તારામા ડુબવાના કેટલા અભરખા ને તુ જ મને તરતા શિખવાડે,
તને કેમ હવે કોઇ સમજાવે?

મારામા ઘટાટોપ વાદળ ઘેરાય છતા તારામા ટહૂકે ના મોર,
હુ ભીની નીતરતી કોઇ વાત લઇ આવુ પણ તારો મિજાજ તો બપ્પોર.
હુ આમતેમ છલકાતો છાલક થઇ જાઉ, તુ છત્રીને સાથે લઇ આવે.
તને કેમ હવે કોઇ સમજાવે?

આછકલુ અડકે જ્યા તારી નજર ત્યા હુ થઇ જાતો લીલોછમ્મ આખો,
મારામા સાત સાત ઉઘદે આકાશ,,તુ સહેજે ના ફફડાવે પાખો?
હુ ગળચટ્ટા ગીત જેમ રસરસતો હોઉ, તને ખાટુ ખારુ જ બધુ ભાવે?

તને કેમ હવે કોઇ સમજાવે?

– કિશોર બારોટ

6 thoughts on “કોઇ સમજાવે ?

  1. આછકલુ અડકે જ્યા તારી નજર ત્યા હુ થઇ જાતો લીલોછમ્મ આખો,… કેવું આહ્લાદક…!!

    મજાનું પ્રવાહી ગીત.. !!

  2. મિત્રો… !!
    તાજેતરમાં મને જાણવા મળ્યું કે આ ગીતના કવિ તો શ્રી વિમલ અગ્રાવત છે અને કોઈ સરતચૂકથી મેં શ્રી કિશોરભાઇ બારોટનું નામ લખી નાખ્યું હતું. આજે જ્યારે લોકોની રચના ઉઠાંતરી કરી પોતાને નામે ચઢાવી દેવાની નાદુરસ્ત ફેશન ચાલે છે ત્યારે શ્રી કિશોરભાઈએ જ આ વાતનું ધ્યાન દોરી થાય તો નામ બદલવાનું મને જણાવ્યુ હતું… સિસ્ટીમના કારણે હું એ ના કરી શક્યો પણ કમસે કમ એ સ્પષ્ટતા અહી તો કરી જ શકું છુ… મારી થયેલ ભૂલ માટે બંને કવિ મને દર-ગુજર કરશે તેવી અપેક્ષા સાથે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s