તમે કહો તે સાર

સાંઇ….! તમે કહો તે સાર,
અગમ વાચાને શાને દેવો રૂપકનો શણગાર ?….. સાંઇ….!

હૈયાને ઉકલ્યો તે ઓચ્છવ, ભીતર મ્હોરે તે ભાવ,
શબ્દે શબદના પથ વિપથને શબદ શબદ અલગાવ,
હથેળીનો પનો ટૂંકો ને છેડો વિશદ વિસ્તાર……. સાંઇ….!

બટકબોલી સૂધબૂધને માટે મૌનનું તાળું ખોળું,
ધરવના સમંદર ખાતર મણમણ સબરસ તોળું,
અત્તરની ઓછપનો અઘરા પૂમડાને ભણકાર…….સાંઇ….!…

ભણક ઊઠી ધૂમરઘેરી કે કાંચનમૃગી કાયા,
કવન-તીરથી ચીરો સાંઇ મનની મરિચી માયા,
રેખ ઓળંગ્યાનો છો ને ચોગમ ચગ્યો ચકચાર…..સાંઇ….!

= કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

6 thoughts on “તમે કહો તે સાર

 1. બટકબોલી સૂધબૂધને માટે મૌનનું તાળું ખોળું, … મજાની અભિવ્યક્તિ..

  સરસ ગીત.. !!

 2. વાહ,

  સાંઇ…..! તમે કહો તે સાર,
  તદ્દન સાચી વાત…..

  ભણક ઊઠી ધૂમરઘેરી કે કાંચનમૃગી કાયા,
  કવન-તીરથી ચીરો સાંઇ મનની મરિચી માયા,
  રેખ ઓળંગ્યાનો છો ને ચોગમ ચગ્યો ચકચાર.

  ખૂબ જ ગમ્યું સૂફી ગીત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s