તો શું લખું !

હું તને જો આંખની ભીનપ લખું, તો શું લખું !
શ્વાસની ધારે અગર વ્હાલપ લખું, તો શું લખું !

કેટલા વરસાદ પણ વરસ્યા વગર તરસ્યા હતા,
આંખની પાંપણ થી જો લીલપ લખું,તો શું લખું !

સાવ કોરાણે પડેલી ડાયરીની ધૂળ માં
જાગતી જે યાદની મીઠપ લખું, તો શું લખું !

કેટલા યુગાન્તરો થી આમ તરફડવું સતત,
કૈંક જન્મારાઓ ની ઝુરપ લખું, તો શું લખું !

આવશે તું કોઈ સાંજે,એક અટકળ છે હજી,
ક્યારની છે કેટલી ઓછપ લખું, તો શું લખું !

– સ્મિતા શાહ ‘મીરાં’

Advertisements

7 thoughts on “તો શું લખું !

 1. સરસ, અંતર મથામણ.

  કેટલા યુગાન્તરો થી અામ તરફડવું સતત,
  કૈંક જન્મારાઓ ની ઝુરપ લખું, તો શું લખું !

  સમગ્રતયા સુંદર ગઝલ.

 2. સાવ કોરાણે પડેલી ડાયરીની ધૂળ માં
  જાગતી જે યાદની મીઠપ લખું, તો શું લખું !… મજાનું કલ્પન .. વાહ

  ગમતી ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s