વિનાનો છું

અણસાર વિનાનો છું,
પગથાર વિનાનો છું.

અખબાર વિનાનો છું,
સરકાર વિનાનો છું.

સાદો સીધો છું બસ,
ચમકાર વિનાનો છું.

અડધે રસ્તે, તો પણ,
મઝધાર વિનાનો છું.

ક્યાં રહ્યો છું સાવજ?
લલકાર વિનાનો છું.

આવીને શું કરશો?
ઘરબાર વિનાનો છું.

બહુરૂપી હું ક્યાં છું?
ભરમાર વિનાનો છું.

ઊંઘો થઇ છે દુશ્મન,
પલકાર વિનાનો છું.

જીવું છું, લાગે પણ,
ધબકાર વિનાનો છું.

– દિનેશ દેસાઇ

Advertisements

3 thoughts on “વિનાનો છું

  1. ટૂંકી બહરમાં સરસ ગઝલ.. !!

    ‘ઊંઘો થઇ છે દુશ્મન,’ની જગ્યાએ ‘નીંદર થઇ છે દુશ્મન,’ કરતે વધારે સારું લાગતે… !! ઊંઘનું બહુવચન ના હોય.. !! એ કારણથી..

  2. ગઝલીયત કરતાં શબ્દોની રમત વધુ છે. ભાગ્યે જ કોઈ શેરમાં ઉન્ડાણ છે. કારણ વગર પીઠ થાબડવા કરતાં
    ગઝલકારને યોગ્ય માર્ગદર્શન દેવું ઘટે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s