તમે

શોધું છું વિશ્વકોશમાં જડતા નથી તમે,
ઊઘડે છે પુષ્પ એમ ઊઘડતા નથી તમે.

ખડકાઇ ઠેર ઠેર કાળમીંઢ શિલાઓ,
હમણાં શું સાવ મૂર્તિઓ ઘડતા નથી તમે ?

આમ જ વિરહની આગમાં નાહક બળી જશો,
હું તો રડી લઉં છું, કાં રડતા નથી તમે ?

ઇચ્છા વડે જ વિશ્વની રચના કરો છો શું ?
પીંછી ફલક કે રંગને અડતા નથી તમે ?

પાસે જ હો છો એક પળ આઘા થતા નથી,
કેવા છો ક્યાંય દ્રષ્ટિએ ચડતા નથી તમે !

– હરકિસન જોષી

Advertisements

3 thoughts on “તમે

 1. ખડકાઇ ઠેર ઠેર કાળમીંઢ શિલાઓ,
  હમણાં શું સાવ મૂર્તિઓ ઘડતા નથી તમે ?…

  કવિશ્રીએ ઈશ્વરને સંબોધીને લખાયેલ આ રચનામાં ખૂબ સરળતાથી
  વાત કરી છે ..!! મજાની ગઝલ

 2. ઇચ્છા વડે જ વિશ્વની રચના કરો છો શું ?
  પીંછી ફલક કે રંગને અડતા નથી તમે ?

  માતબર ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s