રોકાય ના

બે ઘડી વાત કરવા ય રોકાય ના,
જાય છે કઈ તરફ એ ય દેખાય ના.

હોય છે ઘર અને દ્વાર હોતા નથી,
એ તરફ જાવ તો કોઈ ડોકાય ના .

શબ્દનું બીજ છે સાવ સુક્કું હજી ,
એટલે મૌનનું વૃક્ષ કોળાય ના .

ડૂબતાં-ડૂબતાં પાર જે નીકળે ,
એ ફરી ક્યાંય પણ ડૂબવા જાય ના.

રાતવસો કરી જીવ ઘોડે ચઢે ,
આપણાંથી પછી કાંઈ બોલાય ના.

– વારિજ લુહાર

Advertisements

3 thoughts on “રોકાય ના

  1. શબ્દનું બીજ છે સાવ સુક્કું હજી ,
    એટલે મૌનનું વૃક્ષ કોળાય ના …. વાહ.. !!

    સુંદર અભિવ્યક્તિની ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s