છોડવું પડશે

ન માને મન છતાં પણ આખરે ઘર છોડવું પડશે;
અચાનક આ શરીરી આવરણ તરછોડવું પડશે.

કદી વ્હેલું, કદી મોડું ખરેખર છોડવું પડશે;
તું અંતે તો અહીંયાં છે મુસાફર છોડવું પડશે.

નથી નળિયું, નથી ફળિયું, ફકત છે એક ઝળઝળિયું,
હવે ભારે જ હૈયે ગામ-પાદર છોડવું પડશે.

મને રોકીને રાખે છે ભલે તારી સજલ આંખો,
નથી છોડી જવું પણ તોય આખર છોડવું પડશે.

રહી ના જાય એકે યાદ બાકી કોઈ ખૂણામાં,
તું છોડી જા – શરત છે બસ બરાબર છોડવું પડશે.

– અશોક ચાવડા ‘બેદિલ’

Advertisements

4 thoughts on “છોડવું પડશે

  1. વાહ! બહુ સરસ.
    નથી નળિયું, નથી ફળિયું, ફકત છે એક ઝળઝળિયું,
    હવે ભારે જ હૈયે ગામ-પાદર છોડવું પડશે

  2. ‘ છોડવું પડશે’ જેવી શક્યતાથી ભરેલી રદીફનો સુંદર ઉપયોગ…

    આખી ગઝલ અર્થપૂર્ણ શે’રથી ભરી ભરી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s