મજા હતી

ખબર મળી નહીં છતાં તપાસમાં મજા હતી;
જતાં રહ્યાં જે શ્વાસ, એ જ શ્વાસમાં મજા હતી.

પરીની વારતા ગમે એ બા ય જાણતી;
ને હું બનીશ પ્રિન્સ, બસ, એ આસમાં મજા હતી.

નવી ઉગી’તી પાંખ સ્વપ્નમાં પછી ઉડ્યા કર્યું;
કડાક, સ્વપ્ન તુટ્યું પણ પ્રવાસમાં મજા હતી.

ભલેને રાત અંધકારમય હતી, તું શોભતી;
ને રહી શકું હું તારી આસપાસમાં, મજા હતી.

સદાય ધૂળમાં રમ્યો, ઉઘાડા પગથી દોડતો;
એ બાળપણ ગયું, છતાં વિકાસમાં મજા હતી.

– ‎યોગેન્દુ જોષી‬ ‘યોગ’

Advertisements

3 thoughts on “મજા હતી

  1. ગઝલના દરેક શે’ર… વાહ વાહ.

    ઉમદા અને અર્થપૂર્ણ ગઝલ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s