નીકળ્યો

માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

આશરો કેવળ નદીને એ હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.

આગિયાઓ ઉજળા છે કે પછી-,
વેશ બદલી સૂર્ય ઊડતો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો……

– ધૂની માંડલિયા

Advertisements

6 thoughts on “નીકળ્યો

  1. હુંજ મારા ભાર થી થાકી ગયો,
    હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો…. વાહ કેટલી ઊંચી વાત..

    આખી ગઝલ… અર્થપૂર્ણ શે’રથી ભરેલી..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s