ચાલ્યા તો ચંપાઈ જવાનું
અટક્યા તો ડહોળાઈ જવાનું
હરખશોકના શું સરવાળા ?
જીવન છે જીવાઈ જવાનું
દર્પણની માફક ઝીલું છું
તારું આ ડોકાઈ જવાનું
કયા રૂપનાં હોય રખોપા ?
પળપળ જ્યાં બદલાઈ જવાનું
‘હર્ષ’ નથી ઓછું કંઈ એ પણ
અડધા પણ સમજાઈ જવાનું
-હર્ષ બ્રહ્મભટ્ટ
Advertisements
Live life naturally…
👌👌👌
વાહ! ખૂબ સરસ!
વાહ ક્યા બાત !
દર્પણની માફક ઝીલું છું
તારું આ ડોકાઈ જવાનું… વાહ
મસ્ત ગઝલ